અમેરિકામાં અશ્વેત નાગરિકના મોત બાદ ચાલી રહેલી અંધાધુંધીમાં હવે પ્રેસિડેન્ટલ ઈલેકશનનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે. હવે ડોનાલ્ડ ટ્ર્ંપની સીધી ટક્કર ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન સામે થશે . જો બિડેનને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરાયા છે. આ સાથે બિડને ટ્વિટ કરીને જણાવ્યું છે કે નોમિનેશન માટે જરૂરી 1991 પ્રતિનિધિઓનું સમર્થન મળી ચૂક્યુ છે. બિડને કહ્યું કે હવે લોકોનું સમર્થન મેળવવા માટે દરરોજ લડાઈ કરીશ, કારણ કે દેશ માટે જે લડાઈ લડી રહ્યા છે તેમા જીત મેળવી શકે. અમેરિકા હાલના સમયમાં એવા નેતાને શોધી રહ્યું છે જે લોકોને એક કરી શકે. હાલની અમેરિકાની જે પ્રકારે સ્થિતિ છે તેને જોતા બિડેન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો પડકાર આપી શકે છે. હાલમાંઅમેરિકામાં કોરોના મહામારીની સાથોસાથ અશ્વેત નાગરિકના મોતને લઈને મોટી અવ્યવસ્થા સામે આવી રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાશે. રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર ચૂંટણી લડી રહ્યા છે. બિડને કોરોના સંક્રમણને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પે મહામારી સામે લડવા માટે નિર્ણયોમાં વિલંબ કર્યો છે. બીજી તરફ ટ્રમ્પ તેમને બેઈજિંગ બિડન કહીને ચીનના સમર્થક કહે છે.