કતારમાં આ વર્ષે નવેમ્બરમાં ફુટબોલ ફીવર શરૂ થશે. ક
કતારમાં 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર વચ્ચે ફીફા વર્લ્ડકપ રમાશે. પહેલી વખત ફુટબોલ વર્લ્ડકપ કોઈ ગલ્ફ કન્ટ્રીમાં ખેલાશે. કતાર પણ દુનિયાના તમામ ફુટબોલ ફેન્સને યુનિક એક્સપીરિયન્સ આપવા માગે છે ગરમીથી દર્શકોને બચાવવા તેમના 8 સ્ટેડિયમને એર કન્ડીશન્ડ બનાવ્યા છે. જે માટે કરોડો ડોલરનો ખર્ચ કર્યો છે. ખાડી દેશોમાં રણ પ્રદેશ વધારે હોય છે આજ કારણ છે કે અહીં તાપમાન અન્ય દેશોની તુલનાએ ઘણું વધારે જોવા મળે છે. એવામાં ખેલાડીઓ અને દર્શકોની સુવિધા માટે સ્ટેડિયમમાં એર કન્ડીશનર લગાડવામાં આવ્યા છે. દુનિયામાં આવું પહેલી વખત થઈ રહ્યું છે કે ઓપન એર સ્ટેડિયમને એર કન્ડીશન્ડ બનાવવામાં આવી રહ્યાં છે. આ કામને પાર પાડ્યું છે ડૉ. કૂલ નામથી જાણીત મિકેનિકલ એન્જિનિયર ડૉ. સાઉદ ગનીએ. ગની મુજબ જો સ્ટેડિયમની બહાર તાપમાન 52 ડિગ્રી સેલ્સિયસ હશે તો પણ અંદરનું ટેમ્પરેચર 22 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે.