ફેસબુક ઈન્ડિયાની વિવાદાસ્પદ જાહેર નીતિ બાબતના વડા આંખી દાસે તાત્કાલિક અસરથી તેમના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે, તેમ સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રની અગ્રણી કંપની ફેસબુકે જાહેરાત કરી છે. આંખીએ પ્રજાની સેવામાં રસ હોવાથી ફેસબુકમાંથી તેમના પદ પરથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. આંખી ભારતમાં શરૂઆતથી જોડાયેલા કર્મચારીઓ પૈકીના એક કર્મચારી હતા અને ફેસબુકના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ છેલ્લા નવ વર્ષથી કામગીરી સંભાળતા હતા 14 ઓગસ્ટના રોજ વોલ સ્ટ્રીટ જર્નલનો અહેવાલ સામે આવ્યા બાદ તેમને આ રાજીનામુ આપ્યુ છે. વોલ સ્ટ્રીટ જર્નલે કહ્યું હતું કે ફેસબુકના ટોચની લિડરશીપ કંપનીના પોતાના નિયમો સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ પ્રત્યે લાગૂ કરવાનો ઈન્કાર કરી રહ્યું છે. આંખી દાસે રાજીનામુ આપવાના નિર્ણય અંગે કહ્યું છે કે હું જનતાની સેવામાં મારા વ્યક્તિગત રસને લીધે હું લાંબા સમયની નોકરી બાદ ફેસબુકમાંથી રાજીનામુ આપું છું, જેથી લોકોને જોડવા તથા સામુદાયિક નિર્માણ માટેના અભિયાનમાં આગળ વધી શકું.