બાબર આઝમ બન્યો વનડેમાં વર્લ્ડ નંબર-1 બેટ્સમેન

ભારતના કેપ્ટન કોહલીને પછાડીને હવે પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ હવે વર્લ્ડ નંબર-1 વનડે બેટ્સમેન બની ગયો છે. બાબરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે આ પહેલા વિરાટ કોહલી છેલ્લા 41 મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વનડે રેન્કિંગમાં ટોપ પર હતો. બાબરને સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં 94 રન કરવા બદલ 13 પોઈન્ટ્સ મળ્યા હતા. તેણે અત્યારે પોતાના કરિયર-બેસ્ટ 865 પોઈન્ટ્સ મેળવી લીધા છે. તે કોહલી (858) કરતાં 8 પોઈન્ટ્સ આગળ છે. સાઉથ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં બાબરે કુલ 228 રન બનાવ્યા હતા. તેનો તેને રેન્કિંગમાં જોરદાર ફાયદો થયો. કોહલી ઓક્ટોબર 2017થી વનડે રેન્કિંગમાં ટોપ પર હતો. કોહલી તે સમયે એબી ડિવિલિયર્સને રિપ્લેસ કરીને વર્લ્ડ નંબર-1 બેટ્સમેન બન્યો હતો. બાબર વનડેમાં નંબર-1 બેટ્સમેન બનનારની સિદ્ધિ મેળવનાર ચોથો પાકિસ્તાન ખેલાડી છે. તેની પહેલાં ઝહીર અબ્બાસ (1983-84), જાવેદ મિયાંદાદ (1988-89) અને મોહમ્મદ યુસુફ (2003)માં નંબર-1 બેટ્સમેન બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *