બેંગલોરે કોલકાતાને 8 વિકેટે હરાવ્યું:RCB બીજા સ્થાને

IPL 2020ની 39મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કોલકાતા નાઈટ રાઈડર્સને અબુ ધાબી ખાતે 8 વિકેટે હરાવ્યું છે. આ સાથે ટેબલ પોઈન્ટમાં બીજા નંબરે પહોચી ગયુ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતા 20 ઓવરમાં 8 વિકેટે 84 રન જ કરી શક્યું હતું. જવાબમાં બેંગલોરે 13.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. ગુરકિરત સિંહ માન 21 રને અને વિરાટ કોહલી 18 રને અણનમ રહ્યા. આ જીત સાથે બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે.જ્યારે કોલકાતા ચોથા સ્થાને યથાવત રહ્યું છે. આરોન ફિન્ચ લોકી ફર્ગ્યુસનની બોલિંગમાં કીપર કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. 21 બોલમાં 2 ફોરની મદદથી 16 રન કર્યા હતા. તે પછી દેવદત્ત પડિક્કલ 25 રને પેટ કમિન્સ દ્વારા રનઆઉટ થયો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 46 રનની ભાગીદારી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *