વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ ટીમ ઈન્ડિયાની પ્રશંશા કરી છે. લારાએ કહ્યું કે ઇન્ડિયન ટીમની અત્યારની બોલિંગનું આક્રમણ તેમને જૂની વેસ્ટઈન્ડિઝ ટીમની યાદ અપાવે છે. લારાએ જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીને શાનદાર કહ્યા. આ બોલર્સે 2018માં રેકોર્ડ 142 ટેસ્ટ વિકેટ લીધી છે.
રિઝર્વ બોલર ટીમની ક્ષમતાનું વિશ્લેષણ કરવા માટે જરૂરી
લારાને જ્યારે પૂછવામાં આવ્યું કે આ ટીમને શું ખાસ બનાવે છે ? તો તેમણે કહ્યું- તે ભારતની બોલિંગ છે. તે અવિશ્વસનીય છે. મેં તેમને વેસ્ટઈન્ડિઝમાં જોયા હતા. જ્યારે તમે આ બોલર્સની વાત કરો તો બેન્ચ પર બેઠેલા ભુવનેશ્વર , તો એ અવિશ્વસનીય છે.
લારાએ કહ્યું- આ બોલર્સનું આક્રમણ મને કંઇક કંઇક 80-90ના દાયકાની જૂની વેસ્ટઈન્ડિઝ ટીમની યાદ અપાવે છે. રિઝર્વમાં કેવા બોલર્સ છે તે કોઇ પણ ટીમની ક્ષમતાનું આંકલન કરવામાં ખૂબ જરુરી રહે છે. તેનો અર્થ એ કે તમારા આક્રમણમાં ગુણવત્તા છે.
લારાએ કહ્યું- કોહલી શાનદાર કેપ્ટન છે. જો તેમના પ્રદર્શનને જોઇએ તો તેઓ ઉદાહરણ પ્રસ્તૂત કરીને ટીમનું નેતૃત્વ કરે છે. જ્યારે હું તેમના વિશે આ કહું છું તો હું રમતના દરેક ક્ષેત્ર વિશે વાત કરું છું. ફિલ્ડની અંદર પણ અને બહાર પણ.
‘‘કોહલી ધોનીની પૃષ્ઠભૂમિમાંથી ખૂબ સારી રીતે બહાર આવ્યા અને તેમણે સારી રીતે પોતાના અંદાઝથી ચીજોને મુકામ આપ્યું છે. તેથી મને લાગે છે કે ભારતીય ક્રિકેટ સાચી દિશામાં જઇ રહી છે. તે અમુક સર્વશ્રેષ્ઠ લોકોથી પ્રભાવિત છે અને તેનો ફાયદો પણ ઉઠાવી રહી છે. ’’
લારાએ રોહિત વિશે કહ્યું- રોહિત રમતના દરેક સંસ્કરણોમાં અભૂતપુર્વ ખેલાડી છે. મર્યાદિત ઓવરના ખેલમાં તે ખૂબ સફળ રહ્યો છે. મને એવું કોઇ કારણ નથી દેખાતું કે જેના લીધે તેને ટેસ્ટ ક્રિકેટમાં ન હોવું જોઇએ. મને લાગે છે કે તેનામાં ક્રિકેટનું ઝનુન છે અને તે ટેસ્ટમાં પણ પોતાને સાબિત કરવા ઇચ્છે છે.
‘‘રોહિત જેવા ખેલાડીને બહાર રાખવા ખૂબ મુશ્કેલ છે. તેની પાસે જે ટેલેન્ટ છે એ જોઇને મને એ જ લાગે છે. આશા છે કે તે સફળ રહેશે. તે ખૂબ પ્રતિભાશાળી છે. ’’