ગુજરાત ભાજપે વિધાનસભા 2022માં 182 સીટો જીતવાના ટાર્ગેટ સાથે 7 જાન્યુઆરીએ નવા સંગઠનની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંગઠનોના હોદ્દેદારોના વધુ નામ જાહેર કર્યા છે. પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રદેશ ઉપપ્રમુખથી લઈ પ્રદેશ મુખ્ય પ્રવક્તા અને પ્રદેશ મંત્રીઓના નામ જાહેર કર્યા છે. જેમાં ડો.ભરત બોઘરા અને મહેન્દ્ર એસ.પટેલને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે યમલ વ્યાસને પ્રદેશ મુખ્ય પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે.
નામ | જવાબદારી |
ડો.ભરત બોઘરા | પ્રદેશ ઉપપ્રમુખ |
મહેન્દ્ર એસ.પટેલ | પ્રદેશ ઉપપ્રમુખ |
જયશ્રીબેન લીલાધર દેસાઈ | પ્રદેશ મંત્રી |
યમલ વ્યાસ | પ્રદેશ મુખ્ય પ્રવક્તા |
ડો.યજ્ઞેશ દવે | પ્રદેશ મીડિયા પ્રભારી |
કિશોર મકવાણા | પ્રદેશ સહ મીડિયા પ્રભારી |
નિખિલ વિનોદભાઈ પટેલ | પ્રદેશ કન્વીનર, આઈ.ટી. |
સિદ્ધાર્થ પી.પટેલ | પ્રદેશ કન્વીનર, સોશિયલ મીડિયા |
મનન દાણી | પ્રદેશ સહ કન્વીનર, સોશિયલ મીડિયા |
આ પહેલા 7 જાન્યુઆરીએ પાટીલે જાહેર કરેલી નવી ટીમમાં પાંચ મહામંત્રી, સાત પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યારે 8 પ્રદેશ મંત્રી તથા એક ખજાનચી અને એક સહ ખજાનચીની નિમણૂંક કરાઇ હતી. આ સંગઠનમાં છ મહિલા નેતાઓને તક મળી છે. આ સંગઠન માળખામાં ભીખુભાઇ દલસાણીયા, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલને મહામંત્રી બનાવાયા છે. તો ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા તથા મંત્રી પદે ઝવેરી ઠકરાર અને પંકજ ચૌધરીને મંત્રીપદે રાખવામાં આવ્યા હતા.