ચાલાક ચીને સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનુ જોખમ ઉભુ કરી દીધુ છે તો બીજી તરફ ભારત માટે મુશ્કેલી રૂપ બનવાનો પ્રયાસ હવે લદાખ સીમા પર શરુ કર્યો છે જો કે ભારતે સમયસર ચીનની ચાલાકીને ઓળખી જઈને લદાખ સરહદે જંગી સૈન્ય ઉતારી દીધુ છુ. ભારતના આવા આક્રમક તેવરને લઈને ચીનને હવે ઉભી પુંછડીયે ભાગવાની ફરજ પડી છે. લદાખ ખાતેની ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેનાએ પીછેહઠ કરી છે. મળતી માહિતી અનુસાર ચીનની સેનાએ 2 કિમી અને ભારતીય સેનાએ પોતાની જગ્યાએથી એક કિમીની પીછેહઠ કરી છે. બંને દેશની સેનાઓ અનેક સપ્તાહથી ત્યાંના ફિંગર ફોર ક્ષેત્રમાં એકબીજા સામે આવી ગઈ હતી. જેને લઈને તણાવ વઘી ગયો હતો. હાલમાં પૈંગોંગ ક્ષેત્ર સૌથી વધુ વિવાદાસ્પદ છે. હવે સૌની નજર આગામી 6 જૂનના રોજ યોજાનારી બેઠક પર છે અનેક સપ્તાહથી ચીની સેના ભારતના નિયંત્રણમાં રહેલા ફિંગર ફોર ક્ષેત્રમાં તૈનાત રહી હતી. લદ્દાખના સરહદી ક્ષેત્રમાં ચીનની સેના પોતાનો દમ દેખાડવા પ્રયત્ન કરી રહી છે અને સામે ભારતીય સેના પણ અડગતાથી તેનો સામનો કરી રહી છે. બંને પક્ષે વાતચીત પણ ચાલુ છે પરંતુ તેમ છતા હજુ સુધી ઘર્ષણનો અંત નથી આવ્યો. આ કારણે ફરી એક વખત બંને દેશી સેના વાતચીત કરવા જઈ રહી છે