કોરોના વાઈસની વચ્ચે ઓસ્ટ્રેલિયા બોર્ડે તૈયારી શરુ કરી દીધી છે પણ ભારતમાં હજુ શકય નથી. આ વાતનો સંકેત પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડે આપ્યો છે. ભૂતપૂર્વ કેપ્ટન અને નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ રાહુલ દ્રવિડના જણાવ્યા અનુસાર કોરોના વાયરસના કારણે ભારતમાં આપણે એવી સ્થિતિમાં હજુ સુધી પહોંચ્યા નથી જ્યાંથી ક્રિકેટ શરૂ કરવા પર વિચાર કરી શકાય. તેમણે જણાવ્યું કે, હાલ આપણે ‘વેટ એન્ડ વોચ’ની નીતિ અપનાવવી જોઈએ. મને નથી લાગતું કે આપણે ક્રિકેટને ફરીથી શરૂ કરવાની સ્થિતિમાં છીએ. હાલ આપણે ધૈર્ય રાખવું જોઈએ અને રાહ જોવી જોઈએ. આપણે દરેક મહિનાની આની સમીક્ષા કરવી પડશે. આપણે તમામ વિકલ્પો પર વિચાર કરવું પડશે. જો ઘરેલુ ક્ષત્ર ઓક્ટોબરથી શરૂ થઈ જાય, જે સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પણ શરૂ પણ જાય છે પણ હાલની સ્થિતિને સમજવી પડશે. હાલમાં ક્રિકેટ રમવા માટે શું-શું જરૂરી હશે આ બધુ સરકાર અને મેડિકલ એક્સપર્ટની ગાઈડલાન્સ પર નિર્ભર હશે.