અમદાવાદથી મલેશિયા નોકરીના બહાને લઈ જઈને 3 યુવાનોનુ અપહરણના કેસમાં આખરે મોટી સફળતા મળી છે અને ત્રણેય યુવાનો આખરે હેમખેમ અમદાવાદ પરત ફર્યા છે. ઓસ્ટ્રેલિયામાં વર્ક પરમીટ મળશે કહીને ટ્રાવેલ એજન્ટ વિશાલ જાની દ્વારા અમદાવાદના ત્રણ યુવકોને મલેશિયા લઈ જવામાં આવ્યા હતા. જયાં તેમને ઓસ્ટ્રેલિયાને બદલે મલેશિયા લઈ જવાયા હતા અને દસ દિવસ સુધી હોટેલમાં ગોંધી રાખીને પૈસા મંગાયા હતા. પહેલેથી પ્રિપ્લાન મુજબ વિશાલ જાની સહિત ચારેય યુવકો હોટેલમાંથી બહાર નીકળતા અજાણ્યા શખ્સોએ તેમનું અપહરણ કર્યું હતું. જેમાં એક યુવકની પત્નીને ફોન કરીને 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચ પોલીસે મલેશિયા પોલીસની મદદથી ચારેય યુવકને મુક્ત કરાયા હતા