કોરોનાથી બચવા અમદાવાદ મ્યુનિ.કોર્પેોરેશને હાથ ધરેલા પ્રયાસો હેઠળ માત્ર બે દિવસમાં 65 હજાર હોમડિલિવરીના ઓર્ડરમાં 20 કરોડનું ઇ-ટ્રાન્ઝેકશન થયું હોવાની માહિતી બહાર આવી છે. આ ઉપરાંત શહેરના 20 હજાર વેપારીઓને ઇ-ટ્રાન્ઝેકશન સમજાવવામાં આવ્યું છે. મ્યુનિ.ના જણાવ્યા પ્રમાણે શહેરમાં મોટા રિટેલર, હોલસેલ એજન્સીએ દૂધ, શાકભાજી, કરિયાણું સહિતની જીવનજરૂરી ચીજોની હોમડિલિવરી શરૂ કરી છે. 15અને 16 મેના બે દિવસમાં જ તેમને અંદાજે 65 હજાર ઓર્ડર મળ્યા છે. જે ઓર્ડરમાં 20 કરોડનું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થયું છે.આગામી દિવસોમાં આ ટ્રા્ન્જેકશનમાં વધારો થવાનો અંદાજ છે.