માલીના રાષ્ટ્રપતિ કેતાને વિદ્રોહી સૈનિકોએ બંધક બનાવી દીધા છે. સરકારના પ્રવક્તાએ બીબીસીને આ જાણકારી આપી છે. મુલાકાત કરીને વાતચીત કરવાની અપીલ કરી હોવા છતાં પ્રધાનમંત્રી બાઉઓ સીસેને પણ વિરોધીઓએ બંધક બનાવી દીધા છે.આફ્રિકિ સંઘ અને સ્થાનિય ગ્રુપ ઇકોવાસે આ વિદ્રોહની નિંદા કરી છે. વિદ્રોહી સૈનિક રાષ્ટ્રપતિના રાજીનામાની માગ કરી રહ્યાં છે. બીબીસી આફ્રિકાના રિપોર્ટ પ્રમાણે, વિદ્રોહી સૈનિકોનું નેતૃત્વ કાતી કેમ્પના ડેપ્યૂટી હેડ કર્નલ મલિક ડિઆગો અને કમાન્ડર જનરલ સાદિયો કમારાએ કર્યું છે. પશ્ચિમી આફ્રિકી દેશમાં રાજધાની બમાકોની પાસે આવેલા એક મિલિટ્રી કેમ્પમાં થયેલા ગોળીબારથીતખ્તો પલટવાની કોશિશ શરૂ થઈ હતી. શહેરમાં કેટલાંક યુવાનોએ સરકારી બિલ્ડિંગ્સમાં આગ લગાવી દીધી હતી. બીજી તરફ સરકારથી નારાજ સૈનિકોએ સિનિયર કમાન્ડરોને પણ બંધક બનાવી દીધા હતા. આ સાથે જ બમાકોથી 15 કિલોમીટર દૂર આવેલા કાતી કેમ્પને કબ્જે પણ કર્યો હતો.