જીવનમાં અનેક ચડાવ ઉતાર જોનારા બીગ બી માટે મૌહબતે માઈલ સ્ટોન ગણાય છે વર્ષ 2000માં રિલીઝ થયેલી ડિરેક્ટર આદિત્ય ચોપરાની સુપરહિટ ફિલ્મ ‘મોહબ્બતેં’ને 27 ઓક્ટોબરે 20 વર્ષ પૂરા થયા છે. શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય સ્ટારર આ ફિલ્મ 20 વર્ષ પછી પણ લોકોના દિલમાં કાયમ રહેવામાં સફળ રહી છે. આ એ જ ફિલ્મ છે જેના દ્વારા અમિતાભ બચ્ચને બોલિવૂડમાં સક્સેસફુલ કમબેક કર્યું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક બનીને આવ્યા. આ ફિલ્મમાં અમિતાભે કડક સ્કૂલ પ્રિન્સિપલનો રોલ નિભાવ્યો હતો. તેમનો લુક ઈન્ડો વેસ્ટર્ન હતો. આ લુકને કરણ જોહરે ડિઝાઇન કર્યો હતો. સાથે જ આ ફિલ્મના બધા કોસ્ચ્યુમ પણ કરણે જ ડિઝાઇન કર્યા હતા. ‘મોહબ્બતેં’ ફિલ્મમાં કિમ શર્માએ સંજના અને શમિતા શેટ્ટીએ ઇશિકા ધનરાજગીરનો રોલ પ્લે કર્યો હતો. પરંતુ આ બંને રોલ સૌથી પહેલા કાજોલ અને કરિશ્મા કપૂરને ઓફર કરાયા પણ અમુક કારણસર તેમણે રિજેક્ટ કરી દીધા.