કોરોનાની મહામારી વચ્ચે અનેક યાત્રાઓ હવે સ્થગિત થઈ રહી છે. લોકોની મોટી હાજરીના કારણે કોરોનાના કેસ વધવાની આશંકાએ હવે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના મુખ્યમંત્રી દ્રારા કાવડયાત્રા નહી યોજવાનો નિર્ણય લેવાયો છે. એક સાથે ત્રણેય રાજય દ્રારા સામુહિક નિર્ણય લેવાયો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે આ વિશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર સાથે વીડિયો કોન્ફ્રેસ ના માધ્યમથી વાત કરી કરી. તમામે સહમતિ વ્યક્ત કરી કે વાર્ષિક કાવડા યાત્રા આ વર્ષે રદ કરવી જોઇએ. દર વરસે આ કાવડ યાત્રામાં લાખો ભક્તો ખભે કાવડ લઈને યાત્રાએ નીકળતાં હોય છે અને આ વરસોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા છે. આ કાવડ યાત્રા દરમિયાન હરિદ્વારમાં શિવ ભક્તોની ભારે ભીડ જામે છે. હરિદ્વારમાં મોટી સંખ્યામાં કાવડીયાને એકત્ર થતાં રોકવા માટે સંતો અને મહાત્માઓએ અપીલ કરી છે. આ યાત્રા સ્થગિત કરવાની જાણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ કરી દેવાઈ છે.