ગુજરાતમાં અનેક યુવતીઓને ભોળવીને લાલચ આપીને તેમની સાથે દુષ્કર્મ કરવાના બનાવો સામે આવી રહ્યાં છે ગોંડલના મુસ્તકીન ખલીફા નામના યુવકે યુવતીને નોકરી અપાવી દેવાની લાલચ આપીને ફસાવી હતી બાદમાં તેને ભોળવીને વીડીયો ઉતારી લીધા હતા બાદમાં આ બનાવેલા વીડિયો અને ફોટા વાઈરલ કરવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચરી રોકડા નાણા તેમજ દાગીના પડાવી લીધા હતા. આખરે ભોગ બનનારી યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે આરોપી મુસ્તકીન ખલીફાએ યુવતીના વીડિયો અને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી યુવતીને અલગ-અલગ જગ્યાએ બોલાવી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતું . એટલુ જ નહિ તેની પાસેથી 30 હજાર, 2 સોનાની ચેઈન અને 2 જોડી સોનાની બુટી બળજબરીથી પડાવી લીધી હતી.આ બનાવ અંગે આઈપીસી 376 મુજબ ગુનો નોંધીને સીટી પીઆઈ કે.એન. રામાનુજે આરોપી મુસ્તકીન ખલીફાની ધરપકડ કરી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.