સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી 31 ઓક્ટોબરથી સી-પ્લેન સેવા માટે આંબેડકર બ્રિજ પાસે ચંદ્રનગર રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ તૈયાર કરવાની કામગીરી ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (ગુજસેલ) કંપની દ્વારા અંતિમ તબક્કામાં છે. સાબરમતી નદીમાં બન્ને તરફ 9 – 9 માર્કર બોયા મુકાયા છે . આ માર્કર બોયા મોટા ફુગ્ગા આકારના હોય છે જેને ઉંચાઈથી સ્પષ્ટ જોઈ શકાય છે. સી પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફ દરમિયાન પાયલોટ આ માર્કર બોયાને જોઈ પાણીમાં ફ્લાઈટનું સફળ લેન્ડિંગ અને ટેકઓફ કરાવી શકશે. રિવરફ્રન્ટથી 10 મીટરના અંતરે જેટી ગોઠવ્યા બાદ 11 મીટર લાંબો ગેંગવેે પણ તેની સાથે જોડી દેવાયો છે પ્લેનના ઓપરેટ માટે ઓપરેશનલ એરિયામાં જેટી તૈયાર થશે . પ્રવાસીઓને આવવા જવા માટે ગેંગવે સાથે જોડી દેવાઈ છે .પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફ માટે નદીના પટમાં માર્કર મૂકી 2 કિલોમીટર લાંબો રનવે પણ તૈયાર કરાયો છે. જમાલપુર બ્રિજથી આંબેડકર બ્રિજ વચ્ચે જેટીથી દર 200થી 250 ફૂટના અંતરે બોયા માર્કર મુકી રનવે તૈયાર કરાયો છે
ગુજરાતમાં હવે સી -પ્લેન ટુરિઝમનો યુગ
દેશમાં પ્રથમ સી પ્લેન માટે ગુજરાતના અમદાવાદ અને કેવડિયા કોલોની ખાતે વોટર એરોડ્રમ બનાવવાની કામગીરી રાત દિવસ ચાલી રહી છે. રિવરફ્ન્ઠ પર વોટર એરોડ્રામ માટે 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડાઈ ધરાવતી જેટી તૈયાર થશે . રાજયમાં હાલમાં એક જ સી પ્લેનનો ઉપયોગ થવાનો હોઈ જેટી 24 મીટરની રહેશે. કોંક્રીટથી તૈયાર થયેલી આ જેટી અંદરથી પોલી છે અને તેમાં વચ્ચે એક્સપાન્ડેડ પોલિસ્ટાયરિન છે જેટી માટે નદીમાં પાણીનું લેવલ ઓછામાં ઓછંુ 3 ફૂટ રાખવું પડશે. જેટીની ઊંચાઈ 1 મીટર છે જેમાંથી અડધી જેટી પાણીમાં રહેશે અને અડધી પાણીની ઉપર રહેશે. આ જેટીનું વજન 18000 કિલોગ્રામ છે અને એકસાથે 1200 માણસ ઉભા રહી શકશે.