રાજ્યમાં કોરોના કેસની સંખ્યા હવે બે કાબુ બની રહી છે હવે સરેરાશ 250થી વધુ કેસની એવરેજ આવી રહી છે. શનિવારે કોરોના પોઝિટિવના 335 કેસો નોંધાયા હતા. જ્યારે કુલ 26 દર્દીના મોત થયા છે બીજી તરફ 160 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અગ્ર સચિવ ડો. જયંતિ રવિના જણાવ્યા અનુસાર ગ્રીન ઝોન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 કેસ નોધાયા છે તેમાં રાજસ્થાનના અજમેરથી બેટ દ્વારકા આવેલા એક મહિલા અને પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ફરી વાર અમદાવાદ સૌથી વધુ કેસ 250 નોધાયા છે જે અત્યાર સુધીનો મોટો આંકડો છે.જયારે ભાવનગર 6, બોટાદ 6, દાહોદ 1, ગાંધીનગર 18, ખેડા 3, નવસારી 2, પંચમહાલ 1, પાટણ 3, સુરત 17, તાપી 1, વડોદરા 17, વલસાડ 1, મહીસાગર 6 અને છોટાઉદેપુરમાં 1 કેસ નોધાયો છે ગુજરાતમાં કૂલ 5054 દર્દીઓ નોઁધાયા છે. તે પૈકી 36 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3860 દર્દીઓની હાલ સ્ટેબલ છે. 896 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને 262 દર્દીઓના મોત થયાં છે અમદાવાદમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં 20 દર્દીએ, વડોદરામાં 3, સુરતમાં 2 અને આણંદમાં એક દર્દીનું મોત થયું છે.