સમગ્ર રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 247 નવા કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 198, સુરતમાં 30, વડોદરામાં 6, ગાંધીનગરમાં 5, પંચમહાલમાં 3, આણંદમાં 2 તો બોટાદ, ડાંગ અને રાજકોટમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં 5, સુરતમાં 3, વડોદરા અને બનાસકાંઠામાં 1-1 મોત સાથે 11 દર્દીના મોત થયા છે. હાલ 3538 દર્દીમાંથી 31 વેન્ટીલેટર પર અને 2961ની હાલત સ્થિર છે. જ્યારે 394 દર્દી સાજા થયા છે અને અત્યાર સુધીમાં 162 દર્દીના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં 53575 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 3548 પોઝિટિવ અને 50027 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.