રાજ્યમાં વધુ એક સંકટ વાવાઝોડા રુપે તોળાઈ રહ્યું છે એક તરફ કોરોના માહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજું ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. જેના કારણે રાજ્યમાં ‘ નિસર્ગ ‘ વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે. આગામી 12 કલાકમાં ડિપ્રેશન ડીપ વાવાઝોડામાં પરિવર્તિત થશે. ત્યારબાદ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. સુરતના દરિયા કિનારાથી ડિપ્રેશન 920 કિલોમીટર દૂર છે. ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સંભવિત વાવાઝોડાને લઈને રાજ્યના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે હાલમાં ભાવનગર અને અમરેલી જિલ્લાને હાઈ એલર્ટ પર મુકાયા છે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારે ‘નિસર્ગ’ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે પ્રશાસન દ્રારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખસેડવા સૂચના આપી છે. બીજીતરફ એપીએમસીને શાકભાજી ફ્રુટ અનાજ સહિત વસ્તુઓને યોગ્ય સ્થાને રાખવા સૂચનાઆપી છે. જ્યારે કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને મુશ્કેલી ન થાય તે માટે ઉર્જા વિભાગને વિશેષ સૂચના અપાઈ છે. વાવાઝોડાને પગલે એનડીઆરએફની 10 ટીમ અને એસડીઆરએફની 5 ટીમે પોઝિશન લઈ લીધી છે. રાજ્યના 6 જિલ્લાઓ વાવાઝોડાથી પ્રભાવિત થઈ શકે છે.