ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે થયેલ હત્યાના બનાવમા 4 આરોપીઓ ઝડપાઈ ગયા છે. ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ નાઓએ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ શ્રી આર.ડી.જાડેજા નાયબ પોલીસ અધિક્ષક સા. શ્રી પાલીતાણા નાઓના સુપરવીઝન હેઠળ ભાવનગર એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા સા. તથા ગારીયાધાર પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ નાઓ દ્વ્રારા અલગ અલગ પોલીસ ટીમો બનાવી આરોપીઓ પકડી પાડવા સઘન પ્રયાસો શરૂ કરેલ હતા તે દરમ્યાન પોલીસ ટીમોને મળેલ બાતમી અન્વયે આરોપીઓને અલગ અલગ જગ્યાએથી(૧) દેવરાજભાઇ ઉનાવા જાતે કોળી ઉવ.૫૦ તથા (૨) જીતુભાઇ ઉનાવા જાતે કોળી ઉવ. ૨૪ (૩) રાજુભાઇ દેવરાજભાઇ ઉનાવા જાતે કોળી ઉવ. ૨૮ (૪) વીપુલભાઇ ઉનાવા ઉવ.૨૪ રહે. તમામ રૂપાવટી તા.ગારીયાધાર વાળાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી પુછપરછ કરતા આરોપીઓએ ગુનાની કબુલાત કરેલ હોય,જેથી આરોપીઓનો કોવીડ-૧૯ અભિપ્રાય મેળવ્યા બાદથી અટક કરવા તજવીજ હાથ ધરી હાલ પોલીસ નજર હેઠળ રાખવામા આવેલ છે. ગુન્હાની તપાસ વી.વી.ધ્રાંગુ પો.સબ.ઇન્સ. ગારીયાધાર પો.સ્ટે. નાઓ ચલાવી રહ્યા છે.