નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, દેશ હવે કોરોનાને કારણે આવેલી મંદીમાંથી બહાર આવી રહ્યો છે અને દેશની ઈકોનોમી રીકવર થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે, આંકડાઓ જોઈએ તો GST કલેક્શન ઓક્ટોબરમાં ગત વર્ષની સરખામણીએ 10% વધીને રૂ. 1.05 લાખ કરોડ પર પહોચ્યું છે. આવી જ રીતે PMI ઇન્ડેક્સમાં પણ સુધારો થયો છે અને એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન 35.37 અબજ ડોલરનું વિદેશી રોકાણ દેશમાં આવ્યું છે.