લોકડાઉનની સ્થિતિમાં નશાખોરોની હાલત બગડી છે જેને લઈને નશો કરવા અલગ અલગ ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યા છે. લોકડાઉન વચ્ચે નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી ટેબલેટ અને સિરપની બોટલોનો મોટો જથ્થો NCB અને FDAની ટીમે ઝડપી પાડયો છે તપાસમાં લાઈસન્સ વગર જ કફ સિરપ અને ટેબલેટ્સનો જથ્થો ફેક્ટરીમાં બનાવાતો હતો. હાલમાં નશા માટેની 61368 ટેબલેટ્સ અને સિરપની 840 બોટલ કબજે કરી છે. આ કેસમાં પાટણના એક વ્યક્તિને ઝડપી લઈ આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આ ફેક્ટરીમાં આમ તો કફસિરપ અને કફ ટેબલેટ તરીકે ખુલ્લા બજારમાં વેચાતી સાયકોટ્રોપિક ડ્રગ્સનો જથ્થો લાઈસન્સ વગર જ બનતો હોવાની બાતમી મળી હતી. બન્ને ટીમે સંયુક્ત અોપરેશન કરી 61368 ટેબલેટ્સ અને કોડેન સિરપની 840 બોટલ કબજે કરી છે.