કોરોના વાઈરસના કારણે મોટાભાગના દેશના અર્થતંત્ર ખોરવાઈ ગયા છ્ અને ઉદ્યોગોને અબજો રુપિયાનું નુકસાન પહોચ્યું છે તેમાંય સૌથી મોટો ફટકો ઓટોમોબાઈલ કંપનીઓને પડયો છે. તાજેતરમાં બહાર પડેલી ઇન્ડિયન ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની રિપોર્ટ મુજબ એપ્રિલ મહિનામાં કોઇપણ કંપનીની કાર વેચાઇ નથી, ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વાર થયું છે. દેશમાં મીડીયમ સેગમેન્ટથી લઈને હાઈ સેગમેન્ટ સુધી દરેક કારનું મોટુ માર્કેટ છે અને ખરીદનારા લોકો પણ . દેશમાં સૌથી વધારે કાર વેચનાક મારુતિ સુઝુકીથી લઇને લગ્ઝુરિયસ કારો વેચતી મર્સિડીઝ જેવી કંપનીઓના પણ આ જ વેચાણ આંકડા છે. અનેક કંપનીઓના સીઈઓ પણ કહ્યું છે કે હાલમાં કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે આગામી મહિનામાં પણ વેચાણના આંકડામાં કોઈ ચેન્જ નહી આવે. તેઓના મુજબ ઓટો ઇન્ડસ્ટ્રી સામે લાંબા સમય માટેનું આ સંકટ લાગી રહ્યું છે સ્કોડા કંપનીના હેડ જેક હોલિસે એક ટ્વીટનામાધ્યમથી કહ્યું છે કે એપ્રિલમાં એક પણ કાર વેચાઇ નથી, વિતેલા 30 વર્ષમાં આ પહેલીવાર બન્યુ છે કે, કંપનીએ એક પણ કારનું વેચાણ કર્યુ નથી. દેશની સૌથી મોટી ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી મારુતિ સુઝુકીએ શુક્રવારે સેલ્સ રિપોર્ટ જારી કરતા જણાવ્યુ કે, ઇતિહાસમાં આ પહેલીવાર બન્યુ કે જ્યાં એપ્રિલમાં કંપનીઓ એકપણ કારનુ વેચાણ ન કર્યુ હોય. ભારતની ઓટો ઇન્ડસ્ટ્રી પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે આશરે 4 કરોડથી વધારે લેોકોને રોજગાર આપે છે. દેશની જીડીપીમાં 8% અને ટેક્સ કલેક્શનમાં 15%નું યોગદાન આપે છે. જોકે સરકારે કોરોના વાયરસના હોટસ્પોટથી બહાર રહેલી ફેક્ટરીઓને શરુ કરવાની મંજૂરી આપી દીધી છે, પણ હવે સૌથી મોટો સવાલ ટેકનીશયન અને મજુરોનો છે. જે લોકડાઉન પહેલા પોતાના વતનમાં જતા રહ્યાં છે.