વડોદરાના કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પાસે રિક્ષામાં બેસી પાકિસ્તાન ઝિમ્બાબ્વે મેચ પર ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા રિક્ષાચાલકને પોલીસે ઝડપી પાડી 55730 રૂપિયાની મતા કબજે કરી હતી. રાવપુરા પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પાસે રિક્ષામાં શખ્સ બેસીને હાલમાં રમાઈ રહેલી પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે ની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી સાહિલ વોરા ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા 730 મળી આવ્યા હતા. તપાસ દરમિયાન સટ્ટા માટે ઉપયોગમાં લીધેલું આઈડી મહંમદ અન્સારી નામના વ્યક્તિનું હોવાનું બહાર આવ્યું હતું. તેમજ આ ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે