ગુજરાતની 8 પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ બંન્ને માટે પ્રતિષ્ઠાનો જંગ છે. કોરોના કાળમાં ડીજીટલ પ્રચાર મુખ્ય આધાર છે ત્યારે હવે સ્ટાર પ્રચારકોને પ્રચાર કરવા માટે 48 કલાક પહેલા સંલગ્ન કલેક્ટરને રાજકીય પક્ષોએ જાણ કરીને મંજૂરી લેવાની રહેશે. સુરક્ષા સહિતની બાબતોની ચકાસણી થઇ શકે તેટલા માટે 48 કલાક પહેલાં જાણ કરવાની ચૂંટણી પંચે સમય મર્યાદા નક્કી કરી છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીનું મતદાન 3 નવેમ્બરે યોજાશે. કોરોનાની સ્થિતિને લઈને ચૂંટણી પંચ દ્વારા સ્ટાર પ્રચારકોની સંખ્યા ઘટાડાઇ છે. ચૂંટણી પંચે માન્ય રાજકીય પક્ષોને 40ને બદલે 30 અને બિનમાન્ય રાજકીય પક્ષો 40ને બદલે 30 સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી શકશે. વિધાનસભાની અબડાસા, મોરબી, લીંબડી, ગઢડા, ધારી, ડાંગ, કરજણ, કપરાડા એમ 8 બેઠકની યોજાનારી ચૂંટણીમાં કોરોનાની સ્થિતિને મોટી અસર થશે. ભાજપ-કોંગ્રેસ સહિતના માન્ય પક્ષ માટે સ્ટાર પ્રચારકોની સંખ્યા અગાઉ 40 વ્યક્તિની હતી, જે ઘટાડીને 30 સ્ટાર પ્રચારકને પ્રચાર કરવા માટે લાવી શકાશે તેવી કરાય છે. જ્યારે અમાન્ય પક્ષોને 20 સ્ટાર પ્રચારકોની ઉતારવાની મંજૂરી હતી, તે ઘટાડીને 15ની કરાઈ છે.