પીએમ મોદીના સ્વાગત માટે એક સ્ટેજ પર દિલ્હીના સાંસદો અને ભાજપના નેતાઓ ઉપસ્થિત છે. અહીં પીએમ મોદીનું હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી પહોંચ્યા બાદ સ્ટેજ પર સંબોધનમાં ભારત માતાની જયના નારા સાથે PM મોદીએ સંબોધન શરુ કર્યુ હતું. તેમણે અહીં પહોંચેલા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. પરત ફરતા પહેલા PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ત્યાંના નાગરિકો અને અમેરિકી કોંગ્રેસને સ્વાગત માટે આભાર વ્યક્ત કર્યો હતો. મોદીએ લખ્યું, “તમારો પ્રેમ અને સત્કાર અસાધારણ હતો. મને વિશ્વાસ છે કે હું આ પ્રવાસ દરમિયાન જેટલા પણ કાર્યક્રમોમાં સામેલ થયો, તેનો લાભ મોટા સ્તર પર ભારને જરૂર મળશે.” મોદીના સ્વાગત માટે પાર્ટીએ એક રેલીનું આયોજન કર્યું છે. અત્યારે એરપોર્ટ પર લોકો નાચી રહ્યા છે અને ભારત માતા કી જય..તેમજ મોદી મોદીનાનારા લાગી રહ્યા છે.
PM મોદીનું સંબોધન
મોદીએ કહ્યું, હું 130 કરોડ દેશવાસીઓને પ્રણામ કરું છું, અભિનંદન કરું છું, તેમનો ધન્યવાદ કરું છું. 2014માં પણ ચૂંટણી જીત્યા બાદ અમેરિકા, યૂએનની સમિટમાં ગયો હતો. પછી 2019માં પણ ગયો અને મેં એક ફરક મહેસૂસ કર્યો છે. દુનિયાની નજરોમાં, વિશ્વના નેતાઓમાં ભારત પ્રત્યે માન-સન્માન વધ્યું છે. તેનું પ્રમુખ કારણ 130 કરોડ ભારતીયો છે જેમણે વધુ મજબૂતી સાથે ફરી સરકાર બનાવી છે.
તેમણે કહ્યું, વિશ્વભરમાં ફેલાયેલાં આપણા ભારતીયોએ પણ , તે દેશના લોકોનો પ્રેમ, આદર મેળવ્યો છે તે ભારતનું ગૌરવ વધારે છે. હાઉડી મોદી હ્યૂસ્ટનનો તે સમારોહ, તેની વિશાળતા, વ્યાપકતા, ભવ્યતા, રાષ્ટ્રપતિનું ત્યાં આવવું, દુનિયાની નજરોમાં ભારત અને અમેરિકાની દોસ્તીનો એહેસાસ તો છે જ , પણ આટલા ઓછા સમયમાં અમેરિકામાં વસી રહેલા આપણા ભારતીય ભાઇઓ બહેનોએ ખાસ કરીને હ્યૂસ્ટનના ભાઇ બહેનોએ જે શક્તિનું પ્રદર્શન કર્યું તેની ચર્ચા ત્યાં રિપબ્લિકન પાર્ટીના લીડર, ડેમોક્રેટ અને રાષ્ટ્રપતિ પોતે કરતા હતા. તેમણે ઇવેન્ટની વાહવાહી કરી હતી.
સર્જિકલ સ્ટ્રાઇકને યાદ કરી જવાનોનું અભિનંદન કર્યું
ત્રણ વર્ષ પહેલા 28ની રાતેજ આ દેશના વીર જવાનોએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને દેશની આન બાન શાનને વધુ તાકાત સાથે દુનિયા સમક્ષ પ્રસ્તૂત કરી હતી. આજે એ 28 સપ્ટેમ્બરની રાતને યાદ કરીને એ જવાનોને પ્રણામ કરું છું.