ભારતની સૌથી મોટી શક્તિપીઠ પીઠ પૈકીની એક અંબાજી મંદિર અને ગબ્બર દર્શન હાલમાં શરુ થઈ ગયા છે. કોરોના મહામારીને કારણે શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળામાં ભક્તોની ભીડ ન ઉમટે તેને ધ્યાનમાં રાખીને તા. 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર તથા ગબ્બર દર્શન યાત્રાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભાદરવી પૂનમના મેળાનો સમયગાળો 2 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતો હોવાથી ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખતા મંદિર અને ગબ્બર દર્શન એક દિવસ વહેલા 3 સપ્ટેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો હતો . 3 સપ્ટેમ્બરથી સરકારની ગાઇડલાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક પહેરી સેનેટાઈઝ થઇને ભક્તો દર્શન ચાલુ કરી દેવાયા છે