પુનાના સીરમ ઈન્સ્ટીટ્યુટથી કોવિશીલ્ડના 56.5 લાખ ડોઝ દેશના 13 શહેરો માટે રવાના થઈ ગયા છે. સીરમના CEO અદાર પૂનાવાલાએ કહ્યું કે અમારો પડકાર દેશના દરેક નાગરિક સુધી વેક્સિન પહોંચાડવાનો છે. 2021માં આ જ એક ચેલેન્જ છે અને જોઈએ છે તે કઈ રીતે પુરી થાય છે.પુનાવાલા કહે છે કે અમે સરકારની રિકવેસ્ટ પર શરૂઆતના 10 કરોડ ડોઝ 200 રૂપિયાની સ્પેશિયલ પ્રાઈસ પર ઉપલબ્ધ કરાવીશું. અમે આદમી, જરૂરિયાતમંદો, ગરીબો અને હેલ્થકેર વર્ક્સને સપોર્ટ કરવા માંગીએ છીએ. તે પછી અમે આ વેક્સિન બજારમાં એક હજાર રૂપિયાના ભાવે વેચીશું. અમે દરેકને ખુશ કરવા માંગીએ છીએ. આપણે આપણા લોકો અને દેશનું પણ ધ્યાન રાખવું જોઈએ. અમે સાઉથ આફ્રીકા અને સાઉથ અમેરિકામાં વેક્સિન સપ્લાઈ કરવાની કોશિશ કરી રહ્યાં છે. અમે દરેક જગ્યાએ કઈકને કઈક કરી રહ્યાં છે. દર મહિને 7થી 8 કરોડ ડોઝ તૈયાર કરીશું. ભારત અને વિદેશોમાં આમાંથી કેટલા ડોઝ આપવામાં આવશે, તે યોજના પર કામ ચાલી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે યોજના બનાવી છે. અમે પણ ટ્રક, વાન અને કોલ્ડ સ્ટોરેજ માટે પ્રાઈવેટ પ્લેયર્સ સાથે પાર્ટનરશીપ કરી છે.