જગપ્રસિદ્ધ શ્રીનાથજીબાવા મંદિર, નાથદ્વારા ખાતે અંતે વૈષ્ણવ ભક્તો માટે 1 નવેમ્બરથી દર્શન ખુલી ગયા છે. મંદિર મંડળ, નાથદ્વારા તરફથી નાથદ્વારા બહાર વસતા દર્શનાર્થીઓ માટે ઠાકુરજીના દર્શનના ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા શરૂ કરાઈ છે. આ માટે દર્શનાર્થીઓએ નાથદ્વારા મંદિર મંડળની ઓફિશિયલ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. રજિસ્ટ્રેશન કરાવનારને નિશ્ચિત તારીખ અને સમયના દર્શન માટેનો સ્લોટ ફાળવાઈ રહયો છે તે મુજબ હવે પછીની તારીખે દર્શન કરી રહ્યા છે ભકતો માટે મુખ દર્શન કરવા માટે રૂ.50 અને સન્મુખ દર્શન માટે રૂ.350 રજિસ્ટ્રેશન ફી નિયત કરવામાં આવી છે. નવી વ્યવસ્થાના ભાગરૂપે દર્શનાર્થે આવતા દરેક વૈષ્ણવે ફક્ત એક જ વખત રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવે છે એક વખત આ ચાર્જ ચૂકવ્યા બાદ વૈષ્ણવ ફરીથી દર્શન માટે પોતાના રજિસ્ટર્ડ આઈડી પરથી લોગિન કરીને ફરી સ્લોટ બુકિંગ કરાવાય છે શ્રી નાથજીના દર્શન કરવા દેશમાંથી મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડે છે. ખાસ કરીને સોશ્યલ ડિસ્ટન્સનુ ધ્યાન રખાઈ રહ્યુ છે.