શ્રીલંકા ક્રિકેટરો પર હાલ મોટી ગાજ વરસી રહી છે. એક મહિનામાં બે નિરાશાજનક ઘટનાઓ સામે આવી છે સૌથી પહેલા ફાસ્ટ બોલર શેહાન મદુશંકાની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરાઈ હતી તો હવે 3 પૂર્વ ખેલાડીઓ પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના એન્ટી કરપ્શન યુનિટે ત્રણેય સામે તપાસ પણ શરૂ કરી છે. જો કે હાલમાં 3 ખેલાડીના નામ જાહેર કરાયાં નથી. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે કહ્યું કે, સ્પોર્ટ્સ મિનિસ્ટરે જે પણ કહ્યું તે ICCની તપાસ સાથે સંબંધિત હતું. તેમાં વર્તમાન ટીમનો કોઈપણ ખેલાડી નથી. જ્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટરે કહ્યું કે, ક્રિકેટમાં શિસ્તનું સ્તર નીચે ન આવે તે માટે સ્કૂલ લેવલથી જ ધ્યાન આપવું પડશે. સ્કૂલ ક્વોલિટી પ્લેયર્સ નથી આપી રહી. આ અગાઉ ડ્રગ્સ કેસમાં શેહાન 2 અઠવાડિયાની કસ્ટડીમાં છે શ્રીલંકામાં કોરોનાવાયરસને કારણે લોકડાઉન ચાલુ છે. એક શહેરથી બીજા શહેરમાં જવા પર પ્રતિબંધ છે. આ છતાં, શેહાન પોતાની કારમાં અન્ય એક વ્યક્તિ સાથે પન્નાલા જઇ રહ્યો હતો. ક્રિકેટરને ચેક પોસ્ટ પર રોકીને તપાસ કરતાં તેની પાસેથી બે ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું.