પુર્વ ક્રિકેટર સચિનતેડુલકર પણ કોરોનાના સંકજામાં આવી ગયા હતા. આખરે હોસ્પિટલમાં યોગ્ય સારવાર લીધા બાદ હવે કોરોના સંક્રમણમાંથી બહાર આવી ગયો છે. સચિનને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. હવે તે ઘરમાં જ ક્વોરન્ટિન રહેશે. માસ્ટર બ્લાસ્ટર સચિનને 27 માર્ચના રોજ કોરના થયો હતો. જેની જાણકારી તેણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર આપી હતી. ઘરમાં ક્વોરન્ટિન થયા પછી હોક્ટરની સલાહથી તે હોસ્પિટલમાં દાખલ થયો હતો. સચિન11111 રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ટી-20માં રમ્યા પછી સંક્રમિત થયો હતો. આ સિવાય આ ટૂર્નામેન્ટમાં રમનારા ભારતના 3 અને પૂર્વ ક્રિકેટર કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાં યુસુફ પઠાન, ઈરફાન પઠાન અને એસ.બદ્રીનાથ સામેલ છે.