પુર્વ સીએમ શંકરસિંહ વાઘેલા હવે ખુલ્લેઆમ એકટિવ થઈને કાર્યકરોને સંબોધી રહ્યાં છે ગુરુવારે એક કાર્યક્રમમાં બાપુએ સંબોધન કરીને સિવિલ તંત્રને આડે હાથ લીધુ અને રાજય સરકાર પાસે તેમણે જે માંગણીઓ કરી હતી તે તમામ સ્વીકારી હોવાનું પણ કહ્યુ. બાપુએ ફરી વાર પોતાના આક્રમક અંદાજમાં કહ્યુ છે કે મેચ ફિકસિંગ થાય ત્યાં ન રહેવાય, હવે જે વિધિ કરવાની હશે જે જલ્દીથી કરીશ. સત્તા સામે પડવા બેદાગ રહેવું પડે. તેમણે એ પણ કહ્યું કે ઈડી,સીબીઆઈ કે પોલીસથી ડરાય નહી.બાપુએ જૂની વાતો યાદ કરીને કહયુ કે મારી ફસ્ટ કલાસ નોકરી છોડીને 1968-69 માં જનસંઘમાં જોડાઈ ગયો. મારુ લક્ષ્ય સત્તા મેળવવાનું નહોતુ. ટનાટન સરકાર તરીકે આજે પણ મને ઓળખે છે. મને લોકો વગર એપોઈમેન્ટે મળી શકતા નહોતા. મે સુખના સમયે પાર્ટી છોડી છે. રાજયસભાની ચુંટણી વખતે પણ મે કહ્યુ હતુ કે ધારાસભ્યોને તુટતા બચાવો. અમે સમાજના કવોલીફાઈડ ડોકટર છીએ. અમારાથી કેસ ફેઈલ નહી થાય. જયાં હતા ત્યાં પ્રજાનુું ભલુ કર્યું છે. ટેક્સટાઈલ મિનિસ્ટર તરીકે પણ લોકોનું ભલુ કર્યું છે. પ્રજા મારી હાઈકમાન્ડ છે. પ્રજાની તકલીફ હોય ત્યાં વચ્ચે પડવું જોઈએ. ભાજપને ગુજરાતમાં અને કેન્દ્રમાંથી કાઢવા માટે હુ આખરી સુધી લડીશ. તમારા દુખમાં 24 કલાક માટે બાપુ ઉભા રહેવાના છે. ગુજરાતના ખેડુતો. વિદ્યાર્થીઓ માટે હુ ઉભો રહીશ.