સરકારીમાં ૧૦૬૧ અને ખાનગી હોસ્પિટલોમાં ૧૭૦૦ વેન્ટીલેટર્સ

રાજ્યમાં હાલની સ્થિતીએ સરકારી હોસ્પિટલોમાં ૧૦૬૧ વેન્ટિલેટર તેમજ ખાનગી હોસ્પિટલોમાં ૧૭૦૦ વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ૧૦૦૦ વેન્ટિલેટર માટે ઓર્ડર આપી દેવાયો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસની વધતી જતી સંખ્યા સામે આરોગ્ય તંત્ર દ્રારા પણ પુરતી તૈયારીઓ કરી લેવાઈ છે. દર્દીઓને પુરતી સુવિધા મળી રહે તે માટે સરકાર સજ્જ છે. આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દિશાનિર્દેશો બાદ રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ડેડિકેટેડ kovid-19 હોસ્પિટલ કુલ ૪૦૦૦ બેડની ક્ષમતા સાથે ઊભી કરીને સારવાર શરૂ કરી છે. આ હેતુસર વરિષ્ઠ સચિવોને મુખ્યમંત્રીશ્રીએ ખાસ જવાબદારીઓ સોંપીને સમગ્ર વ્યવસ્થાઓ સુપેરે પાર પડે તેની કાળજી લીધી છે. તેમણે કહ્યું કે આ મહાનગરોની kovid-19 હોસ્પિટલ ઉપરાંત રાજ્યમાં જિલ્લામથકો ઉપર ૨૫ સરકારી અને ૩૧ ખાનગી હોસ્પિટલ છે જે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના સાથે જોડાયેલી તેમજ જિલ્લા કલેકટર દ્વારા કોવીડ-૧૯ હોસ્પિટલ તરીકે માન્યતા અપાયેલી હોય તેવી તેમજ ૩ પ્રાયવેટ હોસ્પિટલ સાથે ૧૦,૫૦૦ બેડની કુલ ક્ષમતા કોરોના સંક્રમિત વ્યક્તિઓની સારવાર માટે ઊભી કરેલી છે. ડો .જયંતી રવિએ જણાવ્યું કે કોરોનાની સારવાર માટે જરૂરી એવા મોંઘા વેન્ટિલેટરની વિશ્વ આખામાં તીવ્ર માંગ છે એવા સમયે મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી રાજકોટના એક સ્થાનિક ઉત્પાદક જ્યોતિ સી.એન.સી દ્વારા માત્ર એક લાખ રૂપિયાની કિંમતે સ્વદેશી ધમણ-૧ વેન્ટિલેટરનું ઉત્પાદન કરીને તેનો સફળતાપૂર્વક પ્રયોગ પણ કર્યો છે. રાજ્યમાં હાલની સ્થિતીએ સરકારી હોસ્પિટલોમાં ૧૦૬૧ વેન્ટિલેટર તેમજ ખાનગી હોસ્પિટલોમાં ૧૭૦૦ વેન્ટિલેટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ૧૦૦૦ વેન્ટિલેટર માટે ઓર્ડર આપી દેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *