ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસ વધી રહયા છે તો બીજી તરફ સાણંદ તાલુકાના નવાપુરા ગામે બળિયાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મોટી યાત્રા કાઢવામાં આવી હતી જેમા મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. સરકારની ગોવિડ ગાઈડ લાઇનનો સરેઆમ ભંગ થતા કાર્યક્રમના આયોજક સહિત 22 લોકો સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે જેમાં ગામના સરપંચ. ડીજે આયોજકનો પણ સમાવેશ થાય છે. નવાપુરા ગામે બળિયાદેવના મંદિરમાં ધાર્મિક પ્રસંગે લોકોની ભીડ ભેગી કરી સોસીયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવવામાં આવ્યા હતા અને તેના ભીડના વીડીયો પણ વાઈરલ થયા હતા. આ યાત્રામાં મહિલાઓ માથે બેડા લઈને ચાલતા ચાલતા યાત્રા રુપે મંદિર પહોચ્યા હતા. . સરકારની બહાર પાડેલ ગાઈડ લાઇનનો કોઈ અમલ જોવા મળ્યો ન હતો. યાત્રામાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ તો હતો પણ કોઈએ માસ્ક પહેરવાની તસદી લીધી નહોતી. આખરે પોલીસે ગાઇડ લાઇનના ભંગ કરવા બાબતે નવાપુરા ગામના ધાર્મિક પ્રસંગના આયોજકો (૧) કૌશિલભાઈ ભીખાભાઈ પટેલ (૨) ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ વાઘેલા (૩) દશરથભાઈ રાજુભાઈ ઠાકોર (૪) કિશનભાઈ ખોડાભાઈ ઠાકોર અને ડી.જે. વાળા મહેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોરને પીક બોલેરો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ડીવાયએસપી કે ટી કામરિયાએ અપીલ કરી છે કે લોકો આવા ધાર્મિક કાર્યક્રમોથી હાલ દુર રહે અને કોરોનાના નિયમોનુ પાલન કરે.