કોરોના વાઈસના કારણે બોલીવુડ હોય કે ક્રિકેટ જગત, તમામ લોકો દેશવાસીઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે અને અપીલ પણ કરી રહ્યાં છે. ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ કોરોનાવાયરસને લઈને ચેતવણી આપી છે કે હાલની પરિસ્થિતિમાં લોકોએ ઘરે સુરક્ષિત રહેવું જોઈએ. જો આપણે આજે સાવચેતી નહીં રાખીએ તો તે ભવિષ્યમાં એક મોટી સમસ્યા બની જશે. વિશ્વની ત્રીજા ભાગની વસ્તી કોરોના કારણે ઘરોમાં કેદ છે. ભારતમાં પણ 3 મે સુધી લોકડાઉન લાગુ કરાયુ છે રોહિતે કહ્યું, “તે ઘરે રહેવુ કઠિન લાગે પણ પણ તમને સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરું છું કે તમે ઘરે જ રહો.” નાની નાની વસ્તુઓનો આનંદ માણો. તમે ઘરે કંઇક કરી શકો છો. કુટુંબ સાથે સમય પસાર કરો અથવા ઘરના કામમાં મદદ કરો. પોતાને ફીટ રાખવા માટે તમે કોઈપણ રીતે વ્યસ્ત રહી શકો છો.