દેશભરમાં તહેવારો સમયે સિંગતેલમાં ભારે તેજી જોવા મળી છે. આ વરસે વધુ વરસાદના કારણે તેલીબિયાં પાકોના ઉત્પાદનના અંદાજો અનુમાન કરતા નીચા મુકાઇ રહ્યાં છે જેના કારણે ખાદ્યતેલોમાં ખુલતી સિઝને તેજીનો ટ્રેન્ડ છે. ગુજરાતની વાત કરીએ તો બમ્પર મગફળીના પાકનો અંદાજ છે. હાલમા વાવેતર સમયે 50 લાખ ટન સુધી મુકાતો હતો જે ઘટીને 32-35 લાખ ટન વચ્ચે મુકાવા લાગ્યો છે તેમજ ગુણવત્તા પણ નબળી, તહેવારોની માગ અને ઓઇલ મિલોને પેરીટી ન હોવાથી ભાવ ડબ્બા દીઠ વધુ રૂ.20-30 વધી રૂ.2300ની સપાટી કુદાવી ચૂક્યા છે. છેલ્લા એક માસમાં ડબ્બાદીઠ રૂ.150નો વધારો આવ્યો છે. ખાદ્યતેલોની આયાત ઓક્ટોબર માસમાં 15 ટકાથી વધુ વધીને 12 લાખ ટન પહોંચી શકે તેવો અંદાજ છે. જે સપ્ટેમ્બરમાં 10.40 લાખ ટનની આયાત રહી હતી. આ વર્ષે તેલીબિયાં પાકોની આવકો કેવી રહે છે અને ખાદ્યતેલોનું ઉત્પાદન કેટલું રહે છે તેના પર આયાતનો આધાર રહેલો છે.