સુશાંતે આત્મહત્યા જ કરી છે, મોત ગળાફાંસો ખાવાથી થયું : એઈમ્સ

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપુતનું મોત હત્યા હતી કે આત્મહત્યા આ સવાલ છેલ્લા ત્રણ મહિનાથી રહસ્ય બન્યો હતો. સુશાંતના મોતને ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આખરે એઈમ્સે સુશાંતની મોતમાં હત્યાના એન્ગલનો ઈનકાર કરી દીધો છે.

એઈમ્સના મેડિકલ બોર્ડે સુશાંતના મોતને ગળાફાંસો અને આત્મહત્યાથી મોતનો કેસ ગણાવ્યો છે. સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટની તપાસ પછી અમારી ટીમ આ નિષ્કર્ષ પર પહોંચી છે તેમ એઈમ્સના ફોરેન્સિક વડા ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું હતું.

ડૉક્ટરોની પેનલે સુશાંતની મોતમાં હત્યાની વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. ડૉક્ટરનું કહેવું છે કે સુશાંતની મોત આત્મહત્યાનો કેસ છે. એઈમ્સના ડૉક્ટરોએ 29મી સપ્ટેમ્બરે તેમનો તપાસ અહેવાલ સીબીઆઈને સોંપ્યો હતો. એઈમ્સના ડૉક્ટરોની આ ટીમ તેમનું કામ કરી ચૂકી છે. હવે સીબીઆઈ રિપોર્ટનો અભ્યાસ કર્યા પછી કોઈ પરિણામ પર પહોંચશે. સીબીઆઈને તેના નિર્ણાયક મેડિકો-લીગલ મંતવ્યમાં એઈમ્સની છ સભ્યોની ટીમે સુશાંતને ઝેર અપાયું હોવાનો આૃથવા તેનું ગળું દબાવાયું હોવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે તેમ ડૉ. ગુપ્તાએ કહ્યું હતું. સુશાંતના વિસેરામાં ઝેર આૃથવા ડ્રગ્સના કોઈ પુરાવા મળ્યા નથી. અમે અમારો નિર્ણાયક રિપોર્ટ સીબીઆઈને આપી દીધો છે તેમ ફોરેન્સિક મેડિકલ બોર્ડના ચેરમેન ડૉ. ગુપ્તાએ કહ્યું હતું. તેમણે કહ્યું કે સુશાંતના શરીર પર ઈજાના કોઈ નિશાન નહોતા. ઉપરાંત તેનું ગળું દબાવાયું હોવાના પણ કોઈ ચિહ્નો મળ્યા નથી. એઈમ્સનો રિપોર્ટ મળ્યા પછી સીબીઆઈ હવે આત્મહત્યાના એન્ગલને ધ્યાનમાં રાખીને તેની તપાસ આગળ ચલાવશે. 34 વર્ષીય સુશાંતનો મૃતદેહ 14મી જૂને મુંબઈના બાંદ્રામાં તેના ઘરમાંથી મળી આવ્યો હતો. જોકે, બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સહિત સુશાંતના ચાહકોએ સુશાંતે આત્મહત્યા નથી કરી, પરંતુ તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી ભારે હોબાળો મચાવ્યો હતો. સુશાંતના પિતા કેકે સિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા અને નાણાંની કિથત લેવડ-દેવડનો આરોપ મૂકી પટનામાં ફરિયાદ નોંધાવ્યા પછી સીબીઆઈ તપાસની માગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *