સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે ૦૪ જૂનથી આરટીઓ કચેરીઓ શરૂ

ટ્રાન્સપોર્ટ વાહનોના ફીટનેશ માટે સમય અવધી તા. ૩૧.૦૭.૨૦૨૦ સુધી માન્ય: વાહનોના ફીટનેશ માટેની કામગીરી તા. ૦૮.૦૬.૨૦૨૦ થી શરૂ કરવામાં આવશે. વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવવી જરૂરી: એપોઇન્ટમેન્ટ માટેનો પ્રોસેસ ફલો Website cot.gujarat.gov.in પર ઉપલબ્ધ

કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં આવેલ આઇ.ટી.આઇ. અને પોલીટેકનીક ખાતેથી શિખાઉ લાયસન્સ ઇસ્યુ થશે નહીં. રાજ્યના નાગરિકોને વાહનવ્યવ્હાર સંબંધિત સેવાઓ મળી રહે તે માટે રાજ્યની તમામ આરટીઓ/એઆરટીઓ કચેરીઓ ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે તા. ૦૪/૦૬/૨૦૨૦ થી શરૂ કરાશે .

રાજયની આરટીઓ/એઆરટીઓ કચેરી ખાતે અરજદાર આવે ત્યારે અરજદારે ફરજીયાત માસ્ક પહેરેલ હોવું જોઇશે અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન અચૂક કરવાનું રહેશે. પાલન ન કરનારને આરટીઓ કચેરીમાં પ્રવેશ મળશે નહિ. આરટીઓ કચેરી ખાતે મુલાકાત લેનાર પ્રત્યેક વ્યકિતનું થર્મલ ઇન્ફારેડ ડીવાઇસ દ્રારા સ્ક્રીનીંગ કરવામાં આવશે. યાદીમાં વધુમાં જણાવ્યાં મુજબ વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે અરજદારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને જ આવવાનું રહેશે. ઓનલાઇન એપોઇન્ટમેન્ટના ૧૫ મિનિટ પહેલાં જ આરટીઓ કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે.
જે અરજીઓ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટની વ્યવસ્થા નથી. દા.ત. વાહનમાં હેતુફેર, અન્ય રાજયના વાહનોની માલિકીમાં ફેરફાર અને નોંધણી, રજીસ્ટ્રેશન રદ કરવું, ફાઇનાનસરને નવી આર.સી.ઇસ્યુ કરવી, વાહનનું નોન યુઝ કરવુ , નવી પરમીટ, ડુપ્લીકેટ અને રીન્યુઅલ , આર.સી. પરત મેળવવી પાકા લાયસન્સમાં નવો વર્ગ ઉમેરવો (શિખાઉ લાયસન્સ પુરતું), ડ્રાઈવીન્ગ લાયસન્સનું રીટેસ્ટ સાથે રીન્યુઅલ (શિખાઉ લાયસન્સ પુરતું) માટે અરજદારે આધાર-પુરાવા સાથે આરટીઓ કચેરી ખાતે આવવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે મર્યાદિત અરજદારોની સંખ્યામાં જ નિમણૂંક આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકોએ HSRP ફીટમેન્ટની કામગીરી માટે બપોરના ૩-૦૦ કલાક પછી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લીધા બાદ જ આરટીઓ ખાતે આવવાનુ રહેશે, ડ્રાઇવીંગ લાયસન્સની કામગીરી માટે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, બનાસકાંઠા, મહેસાણા, ભૂજ ખાતેની આરટીઓ કચેરી શનિવાર તથા રવિવારના રોજ જાહેર રજાના દિવસોમાં પણ સવારના ૯-૦૦ થી સાંજના ૬-૩૦ કલાક સુધી ચાલુ રહેશે.
શિખાઉ લાયસન્સના કિસ્સામાં જે અરજદારનું લાયસન્સની સમયમર્યાદા લોકડાઉન દરમ્યાન રદ થઇ ગયેલ છે તેવા અરજદારોએ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ parivahan.gov.in પરથી મેળવવાની રહેશે. એપોઇન્ટમેન્ટ માટેનો પ્રોસેસ ફલો Website cot.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. તા. ૨૧.૦૩.૨૦૨૦ થી તા. ૩૧.૦૭.૨૦૨૦ સુધી જે અરજદારોના લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થયેલ હોય અથવા પૂર્ણ થનાર હોય તેવા અરજદારો તા. ૩૧.૦૭.૨૦૨૦ સુધી ડ્રાઇવીંગ લાયસન્સનો ટેસ્ટ આપી શકશે. જેના માટે કોઇ વધારાની ફી અરજદારે ભરવાની રહેશે નહીં. જે આઇ.ટી.આઇ. અને પોલીટેકનીક કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં આવેલ હશે તે આઇ.ટી.આઇ. અને પોલીટેકનીક ખાતે શિખાઉ લાયસન્સ ઇસ્યુ થશે નહીં.
ટ્રાન્સપોર્ટ વાહનોના ફીટનેશ માટે સમય અવધી તા. ૩૧.૦૭.૨૦૨૦ સુધી માન્ય છે. આમછતાં વાહનોના ફીટનેશ માટેની કામગીરી તમામ જિલ્લાઓમાં તા. ૦૮.૦૬.૨૦૨૦ થી કેમ્પોનું આયોજન કરીને શરૂ કરવામાં આવશે. જિલ્લાવાર ફીટનેશના કેમ્પનું કેલેન્ડર નીચે મુજબ રહેશે.
ફીટનેશ માટે વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડા તેની સામે ફાળવેલ તારીખ
છેલ્લાં આંકડાનો નંબર ૧ અને ૨ હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા ૦૮,૧૫,૨૨-જૂન
છેલ્લાં આંકડાનો નંબર ૩ અને ૪ હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા ૦૯,૧૬,૨૩- જૂન
છેલ્લાં આંકડાનો નંબર ૫ અને ૬ હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા ૧૦,૧૭,૨૪- જૂન
છેલ્લાં આંકડાનો નંબર ૭ અને ૮ હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા ૧૧,૧૮,૨૫- જૂન
છેલ્લાં આંકડાનો નંબર ૯ અને ૦ હોય તો તે વાહનને ફીટનેશ કેમ્પમાં આવવાની તા ૧૨,૧૯,૨૬- જૂન
દા.ત.
(૧) જો વાહનનો નંબર GJ-12-AT-5062 હોય તો તે વાહન ફીટનેશ કેમ્પમાં તા. ૦૮-૧૫-૨૨ જૂનના રોજ આવી શકશે.
(૨) જો વાહનનો નંબર GJ-04-AV-1207 હોય તો તે વાહન ફીટનેશ કેમ્પમાં તા. ૧૧-૧૮-૨૫ જૂનના રોજ આવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *