મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસની સારી સિૃથતિ હોવાથી તેમણે ગુજરાતમાં મૂડી રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકાર તરફથી આ જ રીતે સહકાર મળતો રહશે તો તેમની કંપની ભવિષ્યમાં વધુ મોટા પ્રોજેક્ટ્સ માટેનું આયોજન કરી સકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આર્સેલર મિત્તલને સહકાર આપતા રહેવાની વળતી ખાતરી આપી હતી. આર્સેલર મિત્તલ જાપાનની નિપોન કંપની સાથે અત્યાધુનિક ટેક્નોલોજી સાથે ગુજરાતમાં સ્ટીલનું ઉત્પાદન કરશે.