ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે 8 બેઠકની પેટાચુંટણી તો યોજાઈ રહી છે પણ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓનીચૂંટણી 3 મહિના સુધી મોકૂફ રાખવામાં આવી છે. હવે મુદ્દત પૂરી થતી જશે તે મહાપાલિકા, પાલિકા કે પંચાયત માં વહીવટદારનું શાસન લાદવું પડશે અથવા જે ચૂંટાયેલી બોડી છે તેની ટર્મ વધારવી પડશે. જેને લઈને સરકાર અનેક વિકલ્પ વિચારી રહી છે. રાજ્ય સરકાર પાસે એક વિકલ્પ છે વર્તમાન સત્તાની મુદ્દત વધારી દેવાનો પણ છે જયારે બીજો વિકલ્પ નિયમ મુજબ વહીવટદાર મુકી દેવાનો છે. અમદાવાદ વડોદરા રાજકોટ સુરત સહિતની મોટાભાગની મહાનગરપાલિકામાં ભાજપનુ શાસન છે તેથી 3 મહિના મુદત પણ વધારી શકાય છે. સામાન્ય રીતે નવેમ્બરમાં મુદત પુરી થતા ડિસેમ્બર જાન્યુઆરીમાં ચુંટણી યોજાય છે પણ કોરોનાના કારણે હવે ચુંટણી મોડી થઈ જવાની છે