સમગ્ર વિશ્વ કોરોના વાયરસના ભરડામાં આવી ગયુ છે ત્યારે હવે હજયાત્રા યોજાશે કે નહી તેના પર લોકોના સવાલ છે સાઉદી અરબમાં પણ કોરોનાના વધતા જતા કેસને જોતા સાઉદી અરબ તંત્ર આ વર્ષે હજ યાત્રા રદ્દ કરવા પર વિચાર કરી રહ્યું છે. જો કે આ અંગે એક વીકની અંદર જ કોઈ નિર્ણય લેવાઈ શકે છે. દર વર્ષે 20 લાખની નજીક તીર્થયાત્રી સાઉદી અરબ હજ માટે આવે છે. ત્યારે વહીવટી તંત્રએ માર્ચમાં બધા દેશોને અપીલ કરતા કહ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને કારણે હજના કોટાનો ઓછો રાખે પણ હાલમાં સ્થિતિ વધુ વકરી રહી છે.રવિવાર સુધી અહીં સંક્રમિતોની સંખ્યા 123,308 થઈ ગઈ, જ્યારે 932 લોકોના મૃત્યુ થયા છે. સાઉદીમાં કોરોનાનો પ્રથમ કેસ 2 માર્ચે સામે આવ્યો હતો. ત્યારબાદ એપ્રિલ અને મેમાં તેની ગતિમાં વધારો થયો હતો. તેથી આખી પવિત્ર હજ યાત્રા જ રદ કરવી પડે તેવી સ્થિતિ છે. બીજી તરફ સાઉદી અરબની અર્થવ્યવસ્થામાં હજ અને ઉમરાહથી થનારી આવક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જો આ વર્ષે હજને સ્થગિત કરવાથી સાઉદીની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગી શકે છે. સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર, સાઉદી તંત્ર આ વર્ષે વૃદ્ધ તીર્થયાત્રીકો પર પ્રતિબંધ અને ગંભીર સ્વાસ્થ્ય તપાસ સહિત ઘણા અન્ય પ્રકારના પ્રતિબંધો પર પણ વિચાર કરી રહ્યું છે. જે મુજબ જે દેશને હજનો જેટલો ક્વોટા આપવામાં આવ્યો છે તેના 20 ટકા લોકો આ વર્ષે હજ કરી શકશે.