કેરળમાં ગર્ભવતી હાથણીના ગંભીર મોતને લઈને હજુ સુધી એક શખ્સની ધરપકડ કરાઈ છે બીજી તરફ 2 એનજીઓએ બાતમી આપનારાને લાખ રુપિયાના ઈનામની જાહેરાત પણ કરી છે. જો કે હજુ પણ હાથણીના મોતને લઈને નિવેદનબાજી શરુ છે. ત્યારે હાથણી મોત પર ભારતીય જનતા પાર્ટીની સાંસદ મેનકા ગાંધીએ એક નિવેદન આપવા બદલ એફઆઈઆર નોધાઈ છે. IPC કલમ 153 અંતર્ગત મેનકા ગાંધી સામે ફરિયાદ દાખલ કરાઈ છે. આ ફરિયાદમાં ધર્મ, જાતિ, જન્મસ્થાન, નિવાસ, ભાષા વગેરેના આધાર પર વિભિન્ન જૂથ વચ્ચે શત્રુતાને વધારો આપવાની કલમોનો સમાવેશ થયો છે. ભાજપના સાંસદ મેનકા ગાંધીએ કહ્યું હતું કે, કેરળનું મલ્લપુરમ આવી ઘટનાઓ માટે કુખ્યાત છે. આ દેશનું સૌથી હિંસક રાજ્ય છે. મલ્લપુરમને લઈને આપેલા નિવેદનોને કારણે મેનકા ગાંધી સામે સાતથી વધારે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી પરંતુ એક ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી છે. હાથણીના મોતને લઈને મેનકા ગાંધીએ કહ્યું હતું કે, આ હત્યા છે. અહીં લોકો ઝેરને પણ રસ્તા પર ફેંકી દે છે, જેનાથી 300 થી 400 પક્ષી અને કુતરાઓ એક સાથે મરી જાય. કેરળમાં દર ત્રીજા દિવસે હાથીને મારી નાખવામાં આવે છે. કેરળ સરકારે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી, તેઓ ડરેલા છે.