હૈદરાબાદમાં ઓનલાઇન ફ્રોડ, 1100 કરોડના રેકેટનો પર્દાફાશ

દેશમાં વેબ પર ચાલતા સૌથી મોટા રેકેટનો પર્દાફાશ કરાયો છે. જેમા હૈદરાબાદમાં 1000 કરોડ રૂપિયાના ઓનલાઇન ફ્રોડ રેકેટ ચાલતુ હતું. આ કેસમાં એક ચીની નાગરિક યા હાઓ સહીત ચાર લોકોની ધરપકડ કરાઈ છે આ રેકેટને ચીનની કંપની ચલાવી રહી હતી. હૈદરાબાદના પોલીસ કમિશ્નર અંજની કુમારના જણાવ્યા અનુસાર બે લોકોએ એક ઓનલાઇન ગેમિંગ વેબસાઈટ વિરુદ્ધ છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી હતી. તેમનો આરોપ હતો કે વેબસાઈટે તેમની પાસેથી 97 હજાર અને 1લાખ 64 હજાર રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યુ કે બેઇજિંગ ટી પાવર નવી કંપનીઓ બનાવતું હતું. તેમાં જોડાયેલા મેમ્બરો સાથે ઓનલાઇન ગેમ્બલિંગ કરાતુ હતુ બાદમાં પેમેન્ટ પણ અલગ-અલગ ઈ-પેમેન્ટ ગેટવેજ દ્વારા કલેક્ટ કરાતું હતું. યા હાઓ Linkyun એપના સાઉથ ઇસ્ટ એશિયાનો ઓપરેશન હેડ હતો. તેના ત્રણ સાથી ધીરજ સરકાર, અંકિત કપૂર અને નીરજ તુલી દિલ્હી ઈ-વોલેટ કંપની ડૂકીપેના ડિરેક્ટર હતા. ઓનલાઇન ગેમ્બલિંગ ચાઈનીઝ ગેમિંગ કંપની ‘બેઇજિંગ ટી પાવર કંપની’ દ્વારા ઓપરેટ થતું હતુ. આ માટે અલગ-અલગ કંપનીઓ ખોલાઈ હતી આ કેસમાં અત્યારસુધી રૂપિયા 1000 કરોડના ટ્રાન્જેક્શનનો ખુલાસો કર્યો છે. આમાંથી મોટાભાગના ટ્રાન્જેક્શન લોકડાઉન દરમિયાન કરાયા હતા .

કલરની આગાહી દ્વારા ફ્રોડ આચરવામાં આવ્યું

ઓનલાઇન ગેમ્બલિંગ કલરની આગાહી દ્વારા આચરવામાં આવી રહ્યું હતું. કલર પ્રિડિક્શન ગેમ એક એવી એપ્લિકેશન છે, જેમાં એક કલર પર રૂપિયા લગાવવામાં આવે છે. પછી એક કલર અથવા કલર કોમ્બિનેશનની આગાહી કરવામાં આવે છે. જો આપની આગાહી સાચી પડે, તો આપ રૂપિયા જીતી જાવ છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *