દેશમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પરિણામે બોલીવૂડ સેલિબ્રિટીઓએ પોતપોતાની રીતે સહાય આપવાનું શરૂ કરી દીધું છે. હૃતિકે કોવિડ-૧૯ના સંકટને ગંભીરતાથી લઇને રૂપિયા ૧૫ હજાર ડોલર એટલે કે અંદાજે ૧૧ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું છે.આ ફંડ રેઝિંગ કેમ્પેઇન દ્વારાઅત્યાર સુધીમાં ૩,૬૮૮,૯૮૧ ડોલરનું ડોનેશન આવ્યું છે.જે લગભગ રૂપિયા ૨૭ કરોડ જેટલું થાય છે. ભારતની મદદ માટે એક ફંડ રેઝિંગ શરૂ થયુ છે. જેમાં વિદેશી સેલિબ્રિટીઓ છુટે હાથે ડોનેશન આપી રહી છે. તેઓ ભારતની આર્થિક મદદ માટે આગળ આવ્યા છે. વિવિધ દેશમાંથી સહાય આવી રહી છે બોલીવુડ ઉપરાંત હોલીવૂડ સુપરસ્ટાર વિલ સ્મિથે ડોલર ૫૦,૦૦૦ દાન કર્યા છે. જ્યારે શોન મેડિસે પણ આટલી જ રકમ ડોનેટ કરી છે. ધ એલન શોએ ૫૯૦૦ ડોલર આપ્યા છે. બ્રેડન બરવર્ડ અને રોહન ઓઝાએ ૫૦,૦૦૦ ડોલરનું દામ કર્યું છે. જ્યારે જેમી કેરન લીમાએ એક લાખ ડોલર આપ્યા છે. કેમિલા કેબેલોએ ૬૦૦૦ ડોલર આપ્યા છે.