હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 નવેમ્બર સુધી લોકોએ ડબલ સીઝનનો અનુભવ કરવો પડશે. રાજ્યમાં 15 નવેમ્બરથી શિયાળાની સીઝનની શરુઆત થશે. દીવાળી બાદ રાજ્યમાં કાતીલ ઠંડી પડવાનું શરૂ થશે. જમ્મૂ-કશ્મીરમાં હિમવર્ષા અને ત્યારબાદ ફૂંકાતા ઠંડા પવન પર ગુજરાતની ઠંડી આધારિત છે. હાલ કાશ્મીરમાં સામાન્ય હિમવર્ષા શરૂ થઈ છે. જેમ જેમ તેમા વધારો થશે તેમ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. વહેલી સવારે ઠંડીનો એહસાસ થાય છે. લોકો ગુલાબી ઠંડીની મજા માણવા માટે સવારે સાઈકલિંગ અને મોર્નિંગ વોક કરવા નીકળે છે. કોરોના બાદ લોકોમાં એક્સરસાઈઝનો ક્રેઝ પણ વધ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ તરફથી પણ નવેમ્બર મહિનાથી ઠંડીની શરૂઆત થશે. તેવી આગાહી પણ કરી છે.