આખરે રાષ્ટ્રપતિ ઇલેક્ટ જો બાઈડેન 20 જાન્યુઆરીના રોજ શપથ ગ્રહણ કરશે. આ શપથ ગ્રહણ સમારોહ પર હિંસા થવાનો ભય તોળાઈ રહ્યો છે. ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) મુજબ, ટ્રમ્પ સમર્થકો વોશિંગ્ટન ડીસી અને તમામ 50 રાજ્યોમાં હિંસા ફેલાવી શકે છે. જો કે , આ બાબતે રાષ્ટ્રીય રાજધાની એટલે કે વોશિંગ્ટન ડીસી અને રાજયોને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. મિલેટ્રીના નેશનલ ગાર્ડ્સઅને સ્પેશિયલ સિક્યોરિટી એજન્સીની ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. અમેરિકાની રાજધાનીમાં ગુરુવારે જ સૈન્યની વિશેષ ટીમ, રાષ્ટ્રીય ગાર્ડ્સને તૈનાત કરાયા છે . ટ્રમ્પના સમર્થકોસંસદની અંદર અને બહાર હિંસા કરી હતી. જેમાં એક પોલીસ અધિકારી અને એક મહિલા સહિત કુલ પાંચ લોકો માર્યા ગયા હતા. તેથી, સુરક્ષા એજન્સીઓ 20 જાન્યુઆરીના રોજ યોજાનાર શપથ ગ્રહણ પહેલાં તે કોઈ જોખમ લેવા માંગતી નથી. સામાન્ય રીતે શપથ ગ્રહણ સમારોહના દિવસે લાખો લોકો એકઠા થાય છે. પણ આ વખતે કોવિડ-19 ને કારણે આ સંખ્યા ખૂબ ઓછી હશે.