70 એકર નહિ હવે 107 એકરમાં થશે રામ મંદિર પરિસર, ખરીદી જમીન

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલુ છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે હવે રામ મંદિર પરિસર 107 એકરના ક્ષેત્રમાં બનાવવામાં આવશે. પહેલા આ જગ્યા માત્ર 70 એકરની હતી. શ્રીરામ જન્મભૂમિ પરિસરની આસપાસ ટ્રસ્ટે 7285 સ્ક્વાયર ફીટ જમીન ખરીદી છે. જે પછીથી હવે રામ મંદિર પરિસરનું નિર્માણ 107 એકરમાં કરાશે રામજન્મભૂમિ વિવાદ પર આવેલા નિર્ણય પછી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 70 એકર જમીન મળી ગઈ હતી. જે પહેલા કેન્દ્ર સરકારને આધીન હતી. જોકે હવે ટ્રસ્ટ તરફથી આસપાસની બીજી કેટલીક જમીન ખરીદાઈ છે જેથી રામ મંદિર પરિસરને ભવ્ય અને વિશાળ રૂપમાં બનાવી શકાય આ પહેલા અયોધ્યામાં 5 ઓગસ્ટ 2020એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.. રામ મંદિરનો નકશો પાસ થઈ ગયો છે, પાયાનું કામ કરવામાં આવી રહ્યું હતું અને તે પ્રમાણે ડિઝાઈનમાં ફેરફાર થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *