ગાંધીનગર જિલ્લાના અડાલજ કલોલ બાલાપીર હાઈવે રોડ પર ગુરુવારે કાર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં પિતા પુત્રી ના કરુણ મોત થયા હતા આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધીને કારચાલકને ઝડપી લેવા તપાસ શરુ કરી છે. અડાલજ ખાતે રહેતા મોહનલાલ શર્મા ત્રીમર્દિરમાં ખાનગી સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા. પિતા મોહનલાલ અને રીતુ ત્રિમંદિર તરફથી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે ગુરુવારે સાંજે કલોલ બાલાપીર હાઈવે રોડ માણેકબાગ પાસે કાર ચાલકે કાર પૂરપાટ ઝડપે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માત કરીને ડ્રાઇવર નાસી ગયો હતો. જ્યારે કારની ટક્કરથી પિતા પુત્રી ઉછળીને રોડ પર પટકાયા હતા.આ અકસ્માતમાં રીતુને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું પિતાની નજર સમક્ષ મોત નીપજ્યું હતું. ત્યારે મોહનલાલને પણ ગંભીર ઈજાઓ થતાં તેમને અર્ધ બેભાન અવસ્થામાં એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.