વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન અલ કાયદાના વડા અલ જવાહિરીનું અસ્થમાને લીધે મૃત્યુ થયુ છે. અલ જવાહિરી અફઘાનિસ્તાનના પહાડી વિસ્તારોમાં છૂપાયેલો હતો. તેને યોગ્ય સારવાર મળી શકી ન હતી. જવાહિરીએ અમેરિકી હુમલામાં ઓસામા બિન લાદેનના મૃત્યુ બાદ સંગઠનની કમાન સંભાળી હતી. ઈજિપ્તનો રહેવાસી જવાહિરી આંખોનો ડોક્ટર હતો. વર્ષ 2011માં તે અલ કાયદાનો ચીફ બન્યો હતો.અરબ ન્યૂઝે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં રહેલા સૂત્રોને ટાંકી આ દાવો કર્યો છે. અરબ ન્યૂઝને માહિતી આપી હતી કે 68 વર્ષના અલ જવાહિરીએ ગજનીમાં ગયા સપ્તાહે અંતિમ શ્વાસ લીધા હતા. તેનું મૃત્યુ અસ્થમાને લીધે થયુ હતું, તેને સારવાર મળી ન હતી. જવાહિરીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. .અમેરિકાની ગુપ્તચર સંસ્થા એજન્સીના આ દાવાની તપાસ કરી રહી છે. અલ જવાહિરી તથા અબ્દુલ્લા અમેરિકાની ગુપ્તચર એજન્સી FBIના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની યાદીમાં સામેલ હતા. અલ જવાહિરી પર અઢી કરોડ ડોલરના ઈનામની જાહેરાત કરાઈ હતી.