સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહયા છે તેમાં પણસૌથી વધુ અમદાવાદમાં કેસ નોધાઈ રહયા છે તેમાય અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના લાવતી એમ્બ્યુલન્સની કતારો જોવા મળે છે આવા સંજોગોમાં અસારવા વિધાનસભા દ્રારા સહાયતા કેન્દ્ ઉભુ કરીને દિવસ રાત દર્દી- પરિવારજનો- 108 અને તબીબી ટીમની સેવા કરવામાં આવી રહી છે. અસારવાના યુવા ધારાસભ્ય પ્રદીપભાઈ પરમાર અને તેમની ટીમ દ્રારા દિવસ રાત લોકોને જમવાનુ, ઠંડા પીણા, પીવાનુ પાણી, આરોગ્ય સંબઘિત વસ્તુઓ સહિતની નિશુલ્ક સેવા પુરી પડાઈ રહી છે. ચોવીસ ચોવીસ કલાક કન્ટોલ રુમમાં રહીને દર્દી- પરિવારજનોનુ ખાસ ધ્યાન રખાઈ રહ્યુ છે. આ સહાયતા કેન્દ્રને કારણે હજારો લોકોની તકલીફો , દુખ દર્દ દુર થઈ રહયા છે. અસારવાની સિવિલ હોસ્પિટલ સ્થિત 1200 બેડ કોવિડ હોસ્પિટલ ખાતે અસારવા વિધાનસભા દ્વારા ચાલી રહેલ સહાયતા કેન્દ્રની મુલાકાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટએ લીધી હતી. આ મુલાકાત દરમિયાન સંગઠનના પદાધિકારીશ્રીઓ તેમજ વોર્ડના કાઉન્સીલરશ્રીએ પણ ઉપસ્થિત રહ્યા હતા.